Pages

Sunday, May 15, 2011

પેટ્રોલનો ભાવ ૧૯૮૯માં માત્ર ઼ ૮.૫૦ હતો


પેટ્રોલનો ભાવ ૧૯૮૯માં માત્ર ઼ ૮.૫૦ હતો
પેટ્રોલના ભાવમાં શનિવારે મધરાતથી લિટરદીઠ રૂ. ૫નો તોતિંગ અને અત્યાર સુધીનો સૌથી મોટો ભાવવધારો ઝીંકી દેવાયો છે. છેલ્લાં આઠ મહિનામાં પેટ્રોલના ભાવમાં આ નવમી વખત ભાવવધારો કરાયો છે. ક્રૂડ ઓઈલના ભાવ તાજેતરમાં ૧૨૫ ડોલર થઈ ગયા હોવાનું કારણ અપાય છે, પરંતુ ૨૦૦૮-૦૯માં તો ક્રૂડ ઓઈલના ભાવ ૧૪૬ ડોલર સુધી પહોંચી ગયા હતા ત્યારે પણ આટલો તોતિંગ ભાવવધારો કરાયો ન હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારાના બહાને સરકાર તેની અણઘડ નીતિ પર ઢાંકપિંછોડો કરી રહી છે તે સ્પષ્ટ છે.

પેટ્રોલના ભાવ ૧૯૮૮-૮૯માં એક આંકડામાં હતા. મતલબ કે લિટરદીઠ રૂ. ૧૦ના ભાવે પેટ્રોલ મળતું હતું. તે સમયે ડીઝલ લિટરદીઠ રૂ. ૩.૫૦ના ભાવે, રાંધણ ગેસ સિલિન્ડર દીઠ રૂ. ૫૭.૬૦ના ભાવે મળતો હતો. કેરોસીન તો સવા બે રૂપિયે લિટર મળતું હતું. ત્યારપછી પાંચ વર્ષમાં એટલે કે ૧૯૯૪માં પેટ્રોલ અને ડીઝલના ભાવ બમણા થઈ ગયા. પેટ્રોલના ભાવ રૂ. ૧૬.૭૮ અને ડીઝલના ભાવ રૂ. ૬.૯૮ થઈ ગયા. ત્યારપછી ૨૦૦૦ની સાલમાં રાંધણ ગેસના ભાવમાં જોરદાર જમ્પ આવ્યો અને સિલિન્ડર દીઠ ભાવરૂ. ૧૪૬થી ઊછળીને સીધા જ રૂ. ૧૯૬.૫૫ કરી દેવાયા. ત્યારપછી પાંચ જ મહિનામાં ફરી તોતિંગ ભાવવધારો કરાયો અને સિલિન્ડર દીઠ રાંધણ ગેસનો ભાવ થયો રૂ. ૨૩૨.૨૫.

પછીના પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાયા. ૨૦૦૫માં પેટ્રોલ-ડીઝલના ભાવ બે વાર વધારાયા અને તે અનુક્રમે રૂ. ૪૩.૪૯ અને રૂ. ૩૦.૪૫ થયા. ૨૦૦૫થી ૨૦૧૦ના ગાળામાં રાંધણ ગેસના ભાવ ફરી ઊછળી ગયા અને સિલિન્ડર દીઠ રૂ. ૩૪૬ પર પહોંચી ગયા. જાન્યુઆરી-૨૦૦૯માં ભાવવધારો પાછો ખેંચાયો અને રૂ. ૨૮૦ ભાવ થયો. ફરી એપ્રિલ-૨૦૧૦માં ભાવવધારો ઝીંકાયો અને રૂ. ૩૪૫.૩૫ ભાવ થયો. ૨૦૦૫થી ૨૦૧૦માં પેટ્રોલના ભાવ રૂ. ૧૫ વઘ્યા અને ડીઝલના ભાવ રૂ. ૯ વઘ્યા. જૂન-૨૦૧૦માં યુપીએ સરકારે પેટ્રોલના ભાવ સંપૂર્ણ અંકુશમુકત કરી દીધા જેને પગલે ત્યારપછીથી અત્યાર સુધીમાં નવ વાર પેટ્રોલના ભાવમાં વધારો ઝીંકાયો છે.

No comments:

Post a Comment