Pages

Wednesday, August 17, 2011

Aarakshan Movie Wallpepar Kuvarji Bavaliya Vs Kiran Bhalodia In Rajkot City

Aarakshan Movie True Story in Rajkot  City













“બે જ પક્ષો હોય તો લેભાગુઓ સ્વાર્થ માટે તોડજોડ ન કરે. પ્રદેશવાદ-જાતિવાદને ઉત્તેજન લોકશાહી માટે ખતરનાક છે. પ્રમુખપદ્ધતિ કરતાં આપણી પદ્ધતિ બરાબર છે.” 

જન્મ : ૧૬ માર્ચ, ૧૯૫૫, જનડા (જસદણ)
પિતા : મોહનભાઈ
પુત્ર : ૧, પુત્રી : ૨
અભ્યાસ : બી.એસસી., બી.એડ્., 
વ્યવસાય : ખેતી, શિક્ષણ
ભાજપનો ગઢ તોડનાર શિક્ષક

કુંવરજીભાઈએ વીંછિયામાં શિક્ષક તરીકે નોકરી કરવાની સાથે સાથે સામાજિક કાર્યો પણ કર્યા હતાં. તેમણે વીંછિયા ગ્રામપંચાયતમાં સરપંચ તરીકે ફોર્મ ભર્યા બાદ સક્રિય રાજકારણમાં પ્રવેશ કર્યોહતો. જસદણની બેઠક પરથી ચૂંટાઈને વિધાનસભ્ય બન્યા બાદ ૨૦૦૯માં તેઓ પક્ષના આદેશથી ભાજપના ગઢ ગણાતા રાજકોટમાંથી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને આ બેઠક જીતીને સનસનાટી મચાવી હતી. તેઓ અત્યારે કોંગ્રેસના ગુજરાત પ્રદેશના કાર્યકારી પ્રમુખ પણ છે. તેમને કોઈ વિશેષ અણગમા નથી. તેઓ તો ત્યાં સુધી કહે છે કે અણગમામાંથી પસાર થઈએ એ જ રાજકારણ.

સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવાની ગળથૂથી પીધી

તેઓ વ્યાવહારિક કામોમાં સમય ન ફાળવી શકે ત્યારે તેમનાં કુટુંબીજનો તેમનાથી નારાજ થાય છે. તેમનું કહેવું છે કે તેઓ જરૂર જણાશે તો જ તેમનાં સંતાનોને રાજકારણમાં લાવશે, પરંતુ શોખથી તો નહીં જ લાવે. તેઓ કરમશીભાઈ મકવાણાને તેમના આદર્શ માને છે, જેમણે રાજકારણમાં ક્યારેય સિદ્ધાંતો સાથે બાંધછોડ ન કરવાની તેમને ગળથૂથી પીવડાવી હતી. વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમણે સોનિયા ગાંધી સાથે સભા કરી હતી, જે રાજકારણમાંની તેમની યાદગાર ક્ષણ છે. આ ઉપરાંત તેમને કાર્યકારી પ્રમુખ તરીકે જવાબદારી સોંપાઈ અને લોકસભાની ચૂંટણી જીતવામાં રાજકોટની પ્રજાની જે હૂંફ મળી તે તેમના માટે યાદગાર પ્રસંગો બની ગયા છે. જો તેઓ રાજકારણમાં ન હોત તો શૈક્ષણિક ક્ષેત્રે ખૂબ આગળ વઘ્યા હોત અને પરિવારને આર્થિક સઘ્ધરતા આપી શકયા હોત. તેમણે કોઈ હોદ્દાની માગણી કરી નથી. તેઓ સૌનો વિશ્વાસ સંપાદિત કરીને આપબળે પક્ષની સાથે ચાલવામાં માને છે. તેમણે કોઈને રાજકીય રીતે પ્રમોટ કર્યા હોય અને તે જ્યારે બેવફાઈ કરે એવા એક-બે નિર્ણયો બાદ તેમને અફસોસ થયો છે.

પ્રજાની સમસ્યાઓ ઉકેલવામાં સફળ

કુંવરજીભાઈએ કોઈ પણ પ્રજાકીય સમસ્યા સમયે લોકોના પડખે રહી સમસ્યાનો ઉકેલ લાવવા દિલથી પ્રયાસો કર્યા છે. તેમનું કહેવું છે કે વિરોધપક્ષના વિધાનસભ્ય તરીકે નીતિવિષયક પ્રશ્નોના હલમાં મુશ્કેલી પડી હતી, પરંતુ પ્રજાની સમસ્યાઓ દૂર કરવામાં તેમને મોટે ભાગે સફળતા મળતી રહી છે.

લોકશાહીનું સાચું ચિત્ર જોવાની વ્યવસ્થા કરવી છે

તેઓ તેમના મતવિસ્તારમાં રોજીરોટીના પ્રશ્નો હલ થાય અને વિકાસની યોજનાઓનું સચોટ અમલીકરણ થાય તેના માટે હંમેશાં જાગૃત રહે છે. જો તેઓ દેશના વડા બને તો લોકશાહીનાં મૂલ્યો જાળવવા લોકો નિર્ભયપણે જીવી શકે તેવી શાસનવ્યવસ્થા અને લોકો તેમના ચૂંટાયેલા પ્રતિનિધિને મળી શકે તેવી પ્રણાલી ઊભી કરે. તેઓ દેશના વિકાસ આડે આવતાં કોઈ પણ પરિબળો સાથે સમજૂતી નહીં કરે. તેઓ નાનામાં નાના માણસથી માંડીને ટોચના લોકોને લોકશાહીનું સાચું ચિત્ર જોવા મળે તેવી વ્યવસ્થા ઊભી કરે અને વડાપ્રધાન પોતાના જ છે તેવી અનુભૂતિ દરેકને કરાવવાનો પ્રયાસ કરે.

ઓછું મળે તો ખોટું કરવાની લાલચ થાય ને?

કુંવરજીભાઈના મતાનુસાર મંદીનો સામનો કરવા માટે ગ્રામ રોજગાર અને કૃષિને વેગ મળે તે જરૂરી છે. આજના રાજકારણીઓ સામે પ્રજાનો વિશ્વાસ જાળવી રાખવાનો અને તેમની વરચે કાર્યકર બનીને રહેવાનો પડકાર છે. પક્ષપલટો કરતા લોકોને કાઢી મૂકવા જોઈએ, કારણ કે સિદ્ધાંતો સાથે સમાધાન કરે તેવા લોકો ચાલે જ નહીં. ચૂંટાયેલા પ્રતિનિધિઓને તેમનાં ઘર-પરિવાર બરાબર ચાલે તેટલાં પોષણક્ષમ ભથ્થાં-લાભો મળવાં જોઈએ. ઓછું મળે તો ખોટું કરવાની કોઈને લાલચ થાય ને? તેમનું માનવું છે કે આદર્શ નેતા લોકશાહીના સિદ્ધાંતો અને મૂલ્યોને અનુસરતો હોવો જોઈએ. સરપંચથી માંડીને સાંસદ સુધીના વિવિધ પદો માટે અલગ અલગ શૈક્ષણિક લાયકાત જરૂરી છે.

Sunday, May 15, 2011

STAR News exposes Speak Asia Online

ભારત સતત ટોચનાં સ્થાને, જાપાન સૌથી પાછળ

ભારત સતત ટોચનાં સ્થાને, જાપાન સૌથી પાછળ

યુરોપ અને અમેરિકા પણ વેતનવધારામાં આપણાથી પાછળ, આપણે સેન્સેકસ જેવો જોબ ઇન્ડેકસ બનાવ્યો
છેલ્લાં બે વર્ષમાં ભારત વેતન વધારામાં સૌથી આગળ છે. ચાલુ વર્ષે અહીં વેતન વૃદ્ધિ દર ૧૨.૭ ટકા હતો, જે ગયા વર્ષે ૧૧.૭ ટકા હતો. જયારે ૨૦૦૯માં વૈશ્વિક મંદીના કારણે વેતન વૃદ્ધિ દર માત્ર ૬.૬ ટકા હતો. મંદીના દોર પછી કંપનીઓએ વેતનમાં લગભગ બેગણો વધારો કર્યોછે. મંદીના દોરમાં અમેરિકા અને યુરોપના દેશોમાં લોકોને નોકરીઓ ગુમાવાનો વારો આવ્યો હતો. તેના કરતાં ભારતમાં સ્થિતિ સારી હતી. ભારત ઉપરાંત ચીન, જાપાન, સિંગાપોર વગેરે દેશોમાં બેથી નવ ટકા સુધી વેતન વધારો થયો છે. જાપાનમાં સૌથી ઓછો બે ટકા વેતન વધારો થયો છે.

સુપરવાઇઝરોને સૌથી વધુ વધારો

કંપનીઓના અલગ-અલગ હોદ્દા પર વેતન વધારાના વાત કરીએ તો એન્ટ્રી લેવલ અને જનરલ સ્ટાફને વધારે ફાયદો થયો છે. આ હોદ્દા પરના કર્મચારીઓનાં વેતનમાં ૧૨.૪ ટકાનો વધારો થયો છે. જુનિયર મેનેજર અને સુપરવાઇઝરોને ૧૩.૩ ટકાનો વેતન વધારો મળ્યો છે. મિડલ મેનેજમેન્ટમાં વેતન વધારો ૧૨.૦ ટકા જયારે ટોચના હોદ્દેદારોને ૧૨.૧ ટકાનો વધારો મળ્યો છે.

જોબ ઇન્ડેકસ

નોકરી.કોમે ૨૦૦૮માં સેન્સેકસની જેમ જ એક જોબ ઇન્ડેકસ બનાવ્યો છે. તેનાથી દેશમાં ઉપલબ્ધ નોકરીઓ વિશે માહિતી મળે છે. ૨૦૦૮માં તેના બેઝ પોઇન્ટ ૧૦૦૦ રાખવામાં આવ્યા હતા. ૨૦૦૯માં મંદી દરમિયાન તે પોતાના સૌથી નિમ્ન સ્તર ૭૦૦ સુધી પહોંચી ગયો હતો. બે મહિના પહેલાં જોબ ઇન્ડેકસ પોતાના સૌથી ઊચા ૧૦૮૫ના સ્તરે હતો. એપ્રિલમાં તે ૧૦૬૨ના સ્તરે હતો. નોકરી.કોમના સીઇઓ હિતેશ ઓબેરોય કહે છે કે, એપ્રિલ મહિનામાં અપ્રેઝલ હોવાને કારણે નોકરી બદલનારાઓની સંખ્યા ઓછી હોય છે. તેથી જોબ ઇન્ડેકસ પણ ઘટી જાય છે. ઓકટોબર-નવેમ્બરમાં દિવાળીના સમયે પણ આવી જ સ્થિતિ હોય છે. આગામી થોડાક મહિનાઓમાં ઇન્ડેકસ ઝડપથી ઊચે જવાની સંભાવના છે.

વેતન કેવી રીતે વધે?

દર વર્ષે ઇન્ક્રીમેન્ટના સમયે દરેક કર્મચારી એવું જ વિચારે છે કે, તેનું વેતન કેવી રીતે વધે. માફોઇના ઇ બાલાજી બતાવે છે કે, તેના માટે તમારું લક્ષ્ય, કેઆરએ અને કેપીઆઇ વગેરે જેવા કેટલાક માપદંડ છે. આ માપદંડથી સીધે સીધા કોઇપણ એમ્પ્લોઇનું પરફોર્મન્સ નક્કી કરી શકાય છે. જેમ કે, તમે તમારા માટે નક્કી કરવામાં આવેલા લક્ષ્યને પૂરું કર્યું કે નહીં. કેઆરએ (કી રિઝલ્ટ એરિયા) એટલે મુખ્ય જવાબદારીઓ અને પરિણામ. દરેક કંપનીમાં દરેક કર્મચારી માટે કેટલીક જવાબદારીઓ નક્કી કરી દેવામાં આવે છે અને તેના મુજબ રિઝલ્ટ લાવવાનું હોય છે.

કેપીઆઇ એટલે કે પરફોર્મન્સ ઇન્ડિકેટર : કોઇ પણ કંપની સફળતા કે નફા માટે કરવામાં આવેલી એકિટવિટી માટે કેપીઆઇનો ઉપયોગ કરે છે. તે વિભાગથી વિભાગ માટે બદલાય છે. જેમ કે ફાઇનાન્સ વિભાગ માટે કી પફોર્મન્સ ઇન્ડિકેટર અલગ હશે અને સેલ્સ માટે તે કંઇક જુદું જ હશે.

ક્રિએટીવિટી અને ઇનોવેશન મહત્ત્વનું છે

કી પરફોર્મન્સ ઇન્ડિકેટરમાં તમે આ ઇન્ડિકેટર્સને જયારે પણ એચીવ કરી લો છો, તો તમને આપમેળે સારા એમ્પ્લોઇ જાહેર કરી દેવામાં આવે છે. જેમ કે ૧૦/૧૦ કસ્ટમર સેટિસફેકશન અથવા એરર ફ્રી અથવા ઝીરો એરર વર્ક. આવી સ્થિતિમાં જે એમ્પ્લોઇના કામથી કસ્ટમર ખુશ છે કે તેમના કામમાં કોઇ ભૂલ નથી અથવા સફળ રીતે તેમણે પોતાનો પ્રોજેકટ પૂરો કર્યોછે, એવા એમ્પ્લોઇને હંમેશ સારા ઇન્ક્રિમેન્ટ મળે છે.તદ્ઉપરાંત ક્રિએટીવિટી, ઇનોવેશન, રિસ્ક ફેકટર અને ટીમવર્ક જેવા ફેકટર્સ પણ છે જે વેતન વધારો નક્કી કરે છે. જેમ કે કયા કર્મચારી હંમેશ નવા આઇડિયા લઇને આવે છે અથવા આઉટ ઓફ ધ બોકસ (બિનપરંપરાગત) આઇડિયાઝ લાવે છે અને તેના પર કામ કરે છે. રિસ્ક ફેકટર, એવા કર્મચારી જેઓ હંમેશ જોખમ લેવા માટે તૈયાર હોય છે. નવા નવા પ્રોજેકટ બનાવે છે અને સંભાળે છે, તેઓ પણ ઇન્ક્રિમેન્ટની યાદીમાં ટોચ પર હોય છે. તમે એક ટીમમાં કેવી રીતે કામ કરી રાા છો, અન્ય લોકોની તમારી સામે કોઇ ફરિયાદ તો નથી અથવા તમે પોતાને એક ગ્રુપમાં સહજ અનુભવતા નથી. આ બધી ચીજો પણ કયાંક વેતન વધારા માટે અપ્રેઝલ વખતે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

જોબ માર્કેટ

જોબ માર્કેટ
વેતન દ્વારા દેશ અને દુનિયામાં નોકરીઓની સ્થિતિ પર
નીલિમા સુખીજા અરોરા, કતિ ત્રિવેદી.દિલ્હી, મુંબઇ, જયપુર, ભોપાલ

વર્ષ ૨૦૧૧માં ભારતના કર્મચારીઓનાં વેતનમાં સૌથી વધારે વધારો થયો છે. જે કંપનીઓએ વધુ વેતન વધારો કર્યોછે. તે જોબ માર્કેટમાં સૌથી વધુ આક્રમક ગણાય છે. કેમ કે, આ કંપનીઓ માત્ર કર્મચારીઓને જાળવી રાખવા માટે તમામ પગલાં ભરી રહી છે. એટલું જ નહિ પણ ઊચું વેતન આપીને સારી પ્રતિભાઓને આકર્ષવા માટે પણ પ્રયાસ કરે છે.

ખાનગી કંપનીના વેતન પર નજર રાખી રહેલી એચઆર કન્સલ્ટન્ટ કંપનીઓના જણાવ્યા અનુસાર ભારતમાં વેતન તો વઘ્યાં જ છે. સાથોસાથ, કર્મચારીઓને પ્રમોશન પણ અપાયાં છે. વૈશ્વિક આર્થિક મંદી પછી સમગ્ર દુનિયામાં ભારત જ સૌથી તેજીથી વિકાસના માર્ગ છે. અમેરિકા અને યુરોપીય દેશો ભારતથી પાછળ છે. એશિયા પેસિફિકમાં પણ ચીન, કોરિયા અને જાપાન જેવા દેશોને વેતન વધારાના મામલે પાછળ રાખ્યાં છે. ભારત વેતન વધારાના મામલે અંદાજે ૧૨.૯ ટકાના વધારા સાથે ટોચના સ્થાનપર છે. ભારતમાં વેતન વૃદ્ધિ આગામી કેટલાંક વર્ષોસુધી ૧૦ ટકાના દરે જારી રહેશે. જયારે બાકીના દેશમાં આ ટકાવારી ૧૦ ટકાથી ઓછી છે. આ દેશમાં વધી રહેલી વપરાશ, ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારે મૂડીરોકાણ, સેવા ક્ષેત્રમાં સતત ગતિના કારણે છે. ફુગાવો પણ સારા ઇન્ક્રીમેન્ટનું મોટું કારણ છે. તેમાંય સૌથી વધુ વેતન વદ્ધિનો લાભ બીજી હરોળના કર્મચારીઓને મળ્યો છે.

પેટ્રોલનો ભાવ ૧૯૮૯માં માત્ર ઼ ૮.૫૦ હતો


પેટ્રોલનો ભાવ ૧૯૮૯માં માત્ર ઼ ૮.૫૦ હતો
પેટ્રોલના ભાવમાં શનિવારે મધરાતથી લિટરદીઠ રૂ. ૫નો તોતિંગ અને અત્યાર સુધીનો સૌથી મોટો ભાવવધારો ઝીંકી દેવાયો છે. છેલ્લાં આઠ મહિનામાં પેટ્રોલના ભાવમાં આ નવમી વખત ભાવવધારો કરાયો છે. ક્રૂડ ઓઈલના ભાવ તાજેતરમાં ૧૨૫ ડોલર થઈ ગયા હોવાનું કારણ અપાય છે, પરંતુ ૨૦૦૮-૦૯માં તો ક્રૂડ ઓઈલના ભાવ ૧૪૬ ડોલર સુધી પહોંચી ગયા હતા ત્યારે પણ આટલો તોતિંગ ભાવવધારો કરાયો ન હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવમાં વધારાના બહાને સરકાર તેની અણઘડ નીતિ પર ઢાંકપિંછોડો કરી રહી છે તે સ્પષ્ટ છે.

પેટ્રોલના ભાવ ૧૯૮૮-૮૯માં એક આંકડામાં હતા. મતલબ કે લિટરદીઠ રૂ. ૧૦ના ભાવે પેટ્રોલ મળતું હતું. તે સમયે ડીઝલ લિટરદીઠ રૂ. ૩.૫૦ના ભાવે, રાંધણ ગેસ સિલિન્ડર દીઠ રૂ. ૫૭.૬૦ના ભાવે મળતો હતો. કેરોસીન તો સવા બે રૂપિયે લિટર મળતું હતું. ત્યારપછી પાંચ વર્ષમાં એટલે કે ૧૯૯૪માં પેટ્રોલ અને ડીઝલના ભાવ બમણા થઈ ગયા. પેટ્રોલના ભાવ રૂ. ૧૬.૭૮ અને ડીઝલના ભાવ રૂ. ૬.૯૮ થઈ ગયા. ત્યારપછી ૨૦૦૦ની સાલમાં રાંધણ ગેસના ભાવમાં જોરદાર જમ્પ આવ્યો અને સિલિન્ડર દીઠ ભાવરૂ. ૧૪૬થી ઊછળીને સીધા જ રૂ. ૧૯૬.૫૫ કરી દેવાયા. ત્યારપછી પાંચ જ મહિનામાં ફરી તોતિંગ ભાવવધારો કરાયો અને સિલિન્ડર દીઠ રાંધણ ગેસનો ભાવ થયો રૂ. ૨૩૨.૨૫.

પછીના પાંચ વર્ષમાં તબક્કાવાર રીતે પેટ્રોલ, ડીઝલના ભાવ વધારાયા. ૨૦૦૫માં પેટ્રોલ-ડીઝલના ભાવ બે વાર વધારાયા અને તે અનુક્રમે રૂ. ૪૩.૪૯ અને રૂ. ૩૦.૪૫ થયા. ૨૦૦૫થી ૨૦૧૦ના ગાળામાં રાંધણ ગેસના ભાવ ફરી ઊછળી ગયા અને સિલિન્ડર દીઠ રૂ. ૩૪૬ પર પહોંચી ગયા. જાન્યુઆરી-૨૦૦૯માં ભાવવધારો પાછો ખેંચાયો અને રૂ. ૨૮૦ ભાવ થયો. ફરી એપ્રિલ-૨૦૧૦માં ભાવવધારો ઝીંકાયો અને રૂ. ૩૪૫.૩૫ ભાવ થયો. ૨૦૦૫થી ૨૦૧૦માં પેટ્રોલના ભાવ રૂ. ૧૫ વઘ્યા અને ડીઝલના ભાવ રૂ. ૯ વઘ્યા. જૂન-૨૦૧૦માં યુપીએ સરકારે પેટ્રોલના ભાવ સંપૂર્ણ અંકુશમુકત કરી દીધા જેને પગલે ત્યારપછીથી અત્યાર સુધીમાં નવ વાર પેટ્રોલના ભાવમાં વધારો ઝીંકાયો છે.