Pages

Sunday, May 15, 2011

ભારત સતત ટોચનાં સ્થાને, જાપાન સૌથી પાછળ

ભારત સતત ટોચનાં સ્થાને, જાપાન સૌથી પાછળ

યુરોપ અને અમેરિકા પણ વેતનવધારામાં આપણાથી પાછળ, આપણે સેન્સેકસ જેવો જોબ ઇન્ડેકસ બનાવ્યો
છેલ્લાં બે વર્ષમાં ભારત વેતન વધારામાં સૌથી આગળ છે. ચાલુ વર્ષે અહીં વેતન વૃદ્ધિ દર ૧૨.૭ ટકા હતો, જે ગયા વર્ષે ૧૧.૭ ટકા હતો. જયારે ૨૦૦૯માં વૈશ્વિક મંદીના કારણે વેતન વૃદ્ધિ દર માત્ર ૬.૬ ટકા હતો. મંદીના દોર પછી કંપનીઓએ વેતનમાં લગભગ બેગણો વધારો કર્યોછે. મંદીના દોરમાં અમેરિકા અને યુરોપના દેશોમાં લોકોને નોકરીઓ ગુમાવાનો વારો આવ્યો હતો. તેના કરતાં ભારતમાં સ્થિતિ સારી હતી. ભારત ઉપરાંત ચીન, જાપાન, સિંગાપોર વગેરે દેશોમાં બેથી નવ ટકા સુધી વેતન વધારો થયો છે. જાપાનમાં સૌથી ઓછો બે ટકા વેતન વધારો થયો છે.

સુપરવાઇઝરોને સૌથી વધુ વધારો

કંપનીઓના અલગ-અલગ હોદ્દા પર વેતન વધારાના વાત કરીએ તો એન્ટ્રી લેવલ અને જનરલ સ્ટાફને વધારે ફાયદો થયો છે. આ હોદ્દા પરના કર્મચારીઓનાં વેતનમાં ૧૨.૪ ટકાનો વધારો થયો છે. જુનિયર મેનેજર અને સુપરવાઇઝરોને ૧૩.૩ ટકાનો વેતન વધારો મળ્યો છે. મિડલ મેનેજમેન્ટમાં વેતન વધારો ૧૨.૦ ટકા જયારે ટોચના હોદ્દેદારોને ૧૨.૧ ટકાનો વધારો મળ્યો છે.

જોબ ઇન્ડેકસ

નોકરી.કોમે ૨૦૦૮માં સેન્સેકસની જેમ જ એક જોબ ઇન્ડેકસ બનાવ્યો છે. તેનાથી દેશમાં ઉપલબ્ધ નોકરીઓ વિશે માહિતી મળે છે. ૨૦૦૮માં તેના બેઝ પોઇન્ટ ૧૦૦૦ રાખવામાં આવ્યા હતા. ૨૦૦૯માં મંદી દરમિયાન તે પોતાના સૌથી નિમ્ન સ્તર ૭૦૦ સુધી પહોંચી ગયો હતો. બે મહિના પહેલાં જોબ ઇન્ડેકસ પોતાના સૌથી ઊચા ૧૦૮૫ના સ્તરે હતો. એપ્રિલમાં તે ૧૦૬૨ના સ્તરે હતો. નોકરી.કોમના સીઇઓ હિતેશ ઓબેરોય કહે છે કે, એપ્રિલ મહિનામાં અપ્રેઝલ હોવાને કારણે નોકરી બદલનારાઓની સંખ્યા ઓછી હોય છે. તેથી જોબ ઇન્ડેકસ પણ ઘટી જાય છે. ઓકટોબર-નવેમ્બરમાં દિવાળીના સમયે પણ આવી જ સ્થિતિ હોય છે. આગામી થોડાક મહિનાઓમાં ઇન્ડેકસ ઝડપથી ઊચે જવાની સંભાવના છે.

વેતન કેવી રીતે વધે?

દર વર્ષે ઇન્ક્રીમેન્ટના સમયે દરેક કર્મચારી એવું જ વિચારે છે કે, તેનું વેતન કેવી રીતે વધે. માફોઇના ઇ બાલાજી બતાવે છે કે, તેના માટે તમારું લક્ષ્ય, કેઆરએ અને કેપીઆઇ વગેરે જેવા કેટલાક માપદંડ છે. આ માપદંડથી સીધે સીધા કોઇપણ એમ્પ્લોઇનું પરફોર્મન્સ નક્કી કરી શકાય છે. જેમ કે, તમે તમારા માટે નક્કી કરવામાં આવેલા લક્ષ્યને પૂરું કર્યું કે નહીં. કેઆરએ (કી રિઝલ્ટ એરિયા) એટલે મુખ્ય જવાબદારીઓ અને પરિણામ. દરેક કંપનીમાં દરેક કર્મચારી માટે કેટલીક જવાબદારીઓ નક્કી કરી દેવામાં આવે છે અને તેના મુજબ રિઝલ્ટ લાવવાનું હોય છે.

કેપીઆઇ એટલે કે પરફોર્મન્સ ઇન્ડિકેટર : કોઇ પણ કંપની સફળતા કે નફા માટે કરવામાં આવેલી એકિટવિટી માટે કેપીઆઇનો ઉપયોગ કરે છે. તે વિભાગથી વિભાગ માટે બદલાય છે. જેમ કે ફાઇનાન્સ વિભાગ માટે કી પફોર્મન્સ ઇન્ડિકેટર અલગ હશે અને સેલ્સ માટે તે કંઇક જુદું જ હશે.

ક્રિએટીવિટી અને ઇનોવેશન મહત્ત્વનું છે

કી પરફોર્મન્સ ઇન્ડિકેટરમાં તમે આ ઇન્ડિકેટર્સને જયારે પણ એચીવ કરી લો છો, તો તમને આપમેળે સારા એમ્પ્લોઇ જાહેર કરી દેવામાં આવે છે. જેમ કે ૧૦/૧૦ કસ્ટમર સેટિસફેકશન અથવા એરર ફ્રી અથવા ઝીરો એરર વર્ક. આવી સ્થિતિમાં જે એમ્પ્લોઇના કામથી કસ્ટમર ખુશ છે કે તેમના કામમાં કોઇ ભૂલ નથી અથવા સફળ રીતે તેમણે પોતાનો પ્રોજેકટ પૂરો કર્યોછે, એવા એમ્પ્લોઇને હંમેશ સારા ઇન્ક્રિમેન્ટ મળે છે.તદ્ઉપરાંત ક્રિએટીવિટી, ઇનોવેશન, રિસ્ક ફેકટર અને ટીમવર્ક જેવા ફેકટર્સ પણ છે જે વેતન વધારો નક્કી કરે છે. જેમ કે કયા કર્મચારી હંમેશ નવા આઇડિયા લઇને આવે છે અથવા આઉટ ઓફ ધ બોકસ (બિનપરંપરાગત) આઇડિયાઝ લાવે છે અને તેના પર કામ કરે છે. રિસ્ક ફેકટર, એવા કર્મચારી જેઓ હંમેશ જોખમ લેવા માટે તૈયાર હોય છે. નવા નવા પ્રોજેકટ બનાવે છે અને સંભાળે છે, તેઓ પણ ઇન્ક્રિમેન્ટની યાદીમાં ટોચ પર હોય છે. તમે એક ટીમમાં કેવી રીતે કામ કરી રાા છો, અન્ય લોકોની તમારી સામે કોઇ ફરિયાદ તો નથી અથવા તમે પોતાને એક ગ્રુપમાં સહજ અનુભવતા નથી. આ બધી ચીજો પણ કયાંક વેતન વધારા માટે અપ્રેઝલ વખતે મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

No comments:

Post a Comment