Pages

Sunday, May 15, 2011

જોબ માર્કેટ

જોબ માર્કેટ
વેતન દ્વારા દેશ અને દુનિયામાં નોકરીઓની સ્થિતિ પર
નીલિમા સુખીજા અરોરા, કતિ ત્રિવેદી.દિલ્હી, મુંબઇ, જયપુર, ભોપાલ

વર્ષ ૨૦૧૧માં ભારતના કર્મચારીઓનાં વેતનમાં સૌથી વધારે વધારો થયો છે. જે કંપનીઓએ વધુ વેતન વધારો કર્યોછે. તે જોબ માર્કેટમાં સૌથી વધુ આક્રમક ગણાય છે. કેમ કે, આ કંપનીઓ માત્ર કર્મચારીઓને જાળવી રાખવા માટે તમામ પગલાં ભરી રહી છે. એટલું જ નહિ પણ ઊચું વેતન આપીને સારી પ્રતિભાઓને આકર્ષવા માટે પણ પ્રયાસ કરે છે.

ખાનગી કંપનીના વેતન પર નજર રાખી રહેલી એચઆર કન્સલ્ટન્ટ કંપનીઓના જણાવ્યા અનુસાર ભારતમાં વેતન તો વઘ્યાં જ છે. સાથોસાથ, કર્મચારીઓને પ્રમોશન પણ અપાયાં છે. વૈશ્વિક આર્થિક મંદી પછી સમગ્ર દુનિયામાં ભારત જ સૌથી તેજીથી વિકાસના માર્ગ છે. અમેરિકા અને યુરોપીય દેશો ભારતથી પાછળ છે. એશિયા પેસિફિકમાં પણ ચીન, કોરિયા અને જાપાન જેવા દેશોને વેતન વધારાના મામલે પાછળ રાખ્યાં છે. ભારત વેતન વધારાના મામલે અંદાજે ૧૨.૯ ટકાના વધારા સાથે ટોચના સ્થાનપર છે. ભારતમાં વેતન વૃદ્ધિ આગામી કેટલાંક વર્ષોસુધી ૧૦ ટકાના દરે જારી રહેશે. જયારે બાકીના દેશમાં આ ટકાવારી ૧૦ ટકાથી ઓછી છે. આ દેશમાં વધી રહેલી વપરાશ, ઇન્ફ્રાસ્ટ્રકચરમાં વધારે મૂડીરોકાણ, સેવા ક્ષેત્રમાં સતત ગતિના કારણે છે. ફુગાવો પણ સારા ઇન્ક્રીમેન્ટનું મોટું કારણ છે. તેમાંય સૌથી વધુ વેતન વદ્ધિનો લાભ બીજી હરોળના કર્મચારીઓને મળ્યો છે.

2 comments:

  1. execellent post. nice blog. i lv this ખાનગી કંપનીના વેતન પર નજર રાખી રહેલી એચઆર કન્સલ્ટન્ટ કંપનીઓના જણાવ્યા અનુસાર ભારતમાં વેતન તો વઘ્યાં જ છે.i want to more information.
    https://play.google.com/store/apps/details?id=com.elogic.gujaratipaper

    ReplyDelete